રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાયફા બંધ કરો ખેડુતોના લેણા માફ કરોના નારા સાથે રાપર દેનાબેંક ચોક ખાતે ધરણા કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.
આજ રોજ રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુક્શાની નું ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ આપવા સહીત ખેડુતોનાં લેણા માફ કરવા અંગે રાપર મામલતદારશ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.
સત્તાના જોરે ખેડુતોનું શોષણ કરતી સરકાર ભાજપ સરકાર :- અશોકભાઈ રાઠોડ પ્રમુખ રાપર શહેર કોંગ્રેસ સમિતિ
જગતના તાત ખેડૂતોને મદદ કરે આ આંધળી બહેરી અને મૂંગી સરકાર :- ભચુભાઈ આરેઠીયા
આજ રોજ રાપર કોંગ્રેસ સમિતિ દ્વારા રાપર દેના બેંક ચોક જય જવાન જય કિશાન , તાયફા બંધ કરો ખેડુતોના લેણા માફ કરો ના નારા સાથે ધરણા કરી રાપર મામલતદારશ્રી રાપર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું જેમાં રાપર તાલુકા કોંગ્રેસ પરિવાર ના મોટી સંખ્યામાં કાર્યકરો સહીત મોટી સંખ્યામાં ખેડુતોએ હાજરી આપી હતી.આ પ્રસંગે રાપર તાલુકાના વરિષ્ઠ આગેવાન ભચુભાઈ આરેઠીયા જણાવ્યું હતું કે મહેનત કરે જગતનો તાત કાળી મહેનત ખેડુતો કરે છે અને જયારે નુકશાની થાય ત્યારે વળતર માંગે ત્યારે સરકાર દ્વારા સર્વે ના નામે માત્ર ને માત્ર ખેડુતોને હેરાન પરેશાન કરવાનું કામ કરી રહી છે.જયારે સરકાર જાણે જ છે કે ખેડુતોને નુકશાની થયેલ છે તો કેમ અને શા માટે સર્વે કરવાના બહાને પરેશાન કરવામાં આવે છે તેમજ તેમને આ દુનિયા જગતના તાતથી ચાલે છે જે દિવસે જગતનો તાત તેના પર આવી ગયો અને ઉત્પાદન બંધ કરી દીધું તો દુનિયામાં ભુખમરી આવી જશે તેમજ તેમને ઉમેર્યું કે હમણા ટૂંક સમય પહેલા ભચાઉ તાલુકાના વાંઢીયા ગામે ખેડુતો દ્વારા તેમનો હક માંગવામાં આવ્યો તો આ તાનાશાહી સરકારે સત્તાનો દુરુપયોગ કરી જગતના તાત પર દમન ગુજારી હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા.તેમજ ખેડૂતોને જયારે જયારે રાસાયણિક ખાતરની જરૂરીયાત થાય છે ત્યારેજ ખાતર મળતું નથી સાથોસાથ આગોતરા આયોજન માટેની રજુઆત કરવામાં આવે તો માત્ર કાગળ પર બતાવી દેવામાં આવે છે કે જથ્થો ઉપલબ્ધ છે તો શા માટે પુરતા પ્રમાણમાં ખાતર આપવામાં આવતું નથી તેમજ મનમોહનસિંહ દ્વારા ૭૮૦૦૦ કરોડ માફ કરી દીધા હતા તો આ સરકાર શા માટે ખેડુતો પ્રત્યે હમદર્દી નથી બતાવતી તેમજ ખાતેદાર ખેડૂતને વળતર આપવાની સાથોસાથ ખેત મજુરી કરી ખેડુતોના ભાગમાં ખેતી કરતા શ્રમજીવી પરિવારોને પણ વળતર આપી રાહત આપવામાં આવે. રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે જમીન સરકાર ની નથી ખેડુતોની છે આ સત્તાના ગુમાનમાં સૌથો વધુ કફોળી હાલત જગતના તાત ખેડુતોની છે.પોલીસ માત્ર સત્તાની ગુલામ છે તેમજ ભાજપ કહેતી હતી કે અમે સત્તામાં આવશું તો સૌથી પેલા ખેડૂતોની પરેશાની દુર કરશું પરંતુ પરેશાન દુર કરવાના બદલે પરેશાનનીમાં વધારો કર્યો છે તેમજ કટાક્ષમાં જણાવ્યું હતું જબ જબ ભાજપ ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ તેમજ આજના સમયમાં આ ખેડૂતો મોટા પ્રમાણમાં આત્મહત્યા કરી રહ્યા છે અને આર્થિક પાયમાલ થઇ રહ્યા છે.તેમજ ખાતર સાથે નેનો યુરિયા આપવાનો કોઈ નિયમ નથી છતાં ખેડુતોને જબરજસ્તી નેનો યુરીયા લેવાની ફરજ પાડી રહી છે.સરકાર એ ખેડૂતો પર દમન કરવાની માઝા મૂકી દીધી છે.આ સમયે રાપરના વરિષ્ઠ આગેવાન ભચુભાઈ આરેઠીયા , રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીખુભાઈ સોલંકી , રાપર શહેર કોંગ્રેસ સમિતીના પ્રમુખ અશોકભાઈ રાર્ઠોડ , બાબુભાઈ ચૌધરી , કરસનભાઈ મણવર , હેતુભા સોઢા , ડાયાભાઈ મકવાણા , દેવુભા જાડેજા , પૃથ્વીસિંહ વાઘેલા , સુખુભા જાડેજા , લવજીભાઈ માલી , કાનજીભાઈ બલાત , રાપર નગરપાલિકા ના વિપક્ષી નેતાશ્રી રાજુભાઈ ચૌધરી , તાલુકા પંચાયત ના વિપક્ષી નેતાશ્રી રમઝૂભાઈ રાઉમા , મહેશભાઈ ઠાકોર , રાપર નગર પાલિકા પૂર્વ વિપક્ષી નેતા દિનેશભાઈ ચંદે , રાપર નગરપાલિકા કાઉન્સીલાર અરવિંદભાઈ માલી, ધનજીભાઈ ગોહિલ , ADV વિનોદભાઈ ઠાકોર , મામદભાઈ નોડે , બબારામભાઈ ઉમટ , બાબુલાલ દવે , મોરારભાઈ ચાવડા , રોહિતભાઈ રાજપૂત , ભીમજીભો ખોડ , ભવનભાઈ ગોઠી , દિનેશભાઈ ગોહિલ , હરેશભાઈ ઠાકોર , બાબુભાઈ , જેઠાભાઈ ચૌધરી , પરબતભાઈ કારા સહીત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.